Posts

Showing posts from August, 2024

ડિસિઝન ન્યૂઝના પ્રેસ રિપોર્ટર મનીષભાઈ ધોડિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

 ડિસિઝન ન્યૂઝના  પ્રેસ રિપોર્ટર મનીષભાઈ ધોડિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ  આર્થિક સામાજિક રીતે હર હંમેશા સમાજ માટે લોકશાહીનો અવાજ લોકોના મુદ્દાઓ ઉઠાવનાર એવા ડિસિઝન ન્યૂઝના  પ્રેસ રિપોર્ટર મનીષભાઈ ધોડિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ 

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

Image
 Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024

આદિવાસી સમાજ દ્વારા બળેવમાં વાઘદેવની પુજા

Image
  આદિવાસી સમાજ દ્વારા બળેવમાં વાઘદેવની પુજા

સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઘોષિત વિશ્વ આદિવાસી દિન 9 ઓગસ્ટ શા માટે ઉજવવામાં આવે છે?: ડૉ.પ્રદીપ ગરાસિયા

Image
  સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઘોષિત વિશ્વ આદિવાસી દિન 9 ઓગસ્ટ શા માટે ઉજવવામાં આવે છે?: ડૉ.પ્રદીપ ગરાસિયા

Tapi|Dolvan: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ડોલવણ અને ઉચ્છલના બાબારઘાટ ખાતેના કાર્યક્રમાં સ્થાનિક કલાકારો સહિત શાળાના બાળકોએ વિવિધ આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ઘ કર્યા હતા.

Image
  Tapi|Dolvan: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે  ડોલવણ અને ઉચ્છલના બાબારઘાટ ખાતેના કાર્યક્રમાં સ્થાનિક કલાકારો સહિત શાળાના બાળકોએ વિવિધ આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ઘ કર્યા હતા.  કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો પણ આદિવાસી ઢોલ નગારા સાથે ઝુમી ઉઠ્યાયા  વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ડોલવણ અને ઉચ્છલના બાબારઘાટ ખાતેના કાર્યક્રમાં સ્થાનિક કલાકારો સહિત શાળાના બાળકોએ... Posted by  Info Tapi GoG  on  Friday, August 9, 2024

સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલના જન્મ દિવસે ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન.

Image
   સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલના જન્મ દિવસે ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન.  સુરત જિલ્લા મહુવા તાલુકાનાં કોષ ગામના અનિલભાઈ પટેલના ચિ. ધ્યેય પટેલ MBBS મેડીકલમાં અભ્યાસ કરે છે.જેમના જન્મ દિવસે  ધોડિયા સમાજ ભવન વસરાઈને 21,000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું. જેથી,ધોડિયા સમાજ ભવન વસરાઈ સંગઠન કુ.ધ્યેય પટેલને જન્મ દિવસની શુભ કામના સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભ કામના પાઠવે છે. અને ઋણ સ્વીકાર કરે છે. HAPPY BIRTHDAY 'DHYEY PATEL'  લિ. દિશા ધોડિયા સમાજ સંગઠન મું.પો. વસરાઈ તા. મહુવા દક્ષિણ ગુજરાત વિભાગ

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

Image
 સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત   જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ હેઠળ દોઢ એકર જમીનનો માલિકી હક્ક મળતા ૨૦૦ કલમ અને હળદરની ખેતી શરૂ કરી  પોતાના સાથે ગામના અન્ય ખેડૂતોનું પણ સામૂહિક કલ્યાણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપવામાં આવ્યો  સરકારી યોજનાથી જાગૃત ખેડૂત મણિલાલ તુંબડાએ પ્લગ નર્સરી, ટ્રેકટર, ડ્રિપ ઈરીગેશન અને મંડપ યોજનાનો પણ લાભ મેળવ્યો  આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, ૫ ઓગસ્ટ   સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે અને પ્રજા જાગૃત હોય તો સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક વિકાસ સરળતાથી સાધી શકે છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના ખાંડા ગામના આદિવાસી ખેડૂતે પુરૂ પાડ્યુ છે. આ ખેડૂતે સરકારની માત્ર એક નહીં પરંતુ પાંચ પાંચ યોજનાનો લાભ લીધો છે. સાથે જ મહત્વની વાત એ છે કે કે, પોતાની સાથે પોતાના ગામના ખેડૂતોનું પણ કલ્યાણ થાય તે માટે તેઓને પણ સામૂહિક યોજનાનો લાભ પણ અપાવ્યો છે

આજે આદિવાસીઓનો મહાપર્વ દિવાસો

Image
આજે આદિવાસીઓનો મહાપર્વ દિવાસો

Navsari|Vansda : રૂપવેલના પી.એન.પટેલ નવસારીના અધિક્ષક ઈજનેર તરીકે નિયુક્ત થયા

Image
  Navsari|Vansda : રૂપવેલના પી.એન.પટેલ નવસારીના અધિક્ષક ઈજનેર તરીકે નિયુક્ત થયા જેટકોના કાર્યપાલક ઈજનેર નવસારી પી.એન.પટેલની અધિક્ષક ઇજનેર તરીકે નવસારીમાં બઢતી કરવામાં આવી છે. તેમની આ સફળતા બદલ સમગ્ર આદિવાસી સમાજ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. વાંસદા તાલુકાના રૂપવેલ ગામના મૂળ રહેવાસી અને હાલ બીલીમોરા શહેર સ્થિત પંકજભાઈ નગીનભાઈ પટેલ કાર્યપાલક ઈજનેર (બાંધકામ) નવસારી વિભાગીય કચેરીમાં ડિસેમ્બર ૨૦૧૫થી અમરેલીથી વિનંતી બદલી લઈ પોતાના વતન ખાતે હાજર થયા હતા અને ચાર્જ સંભાળ્યો હતો. તેમના સહકર્મી મિત્રના જણાવ્યા પ્રમાણે તેમણે સતત મહેનત કરીને આદિવાસી વિસ્તાર, શહેરી વિસ્તારને ઔદ્યોગિક વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ૧૦૦થી વધુ સબ સ્ટેશન ખૂબ જ ટૂંકા સમયમાં કાર્યરત કર્યા છે. જેણે દક્ષિણ ગુજરાતના વિકાસમાં ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે.