Posts

માંગરોળ (સુરત): વાવણી-પાકની કાપણી પહેલાં બણભા ડુંગરે અનાજ ચઢાવવાની અનોખી પ્રથા

Image
 માંગરોળ (સુરત): વાવણી-પાકની કાપણી પહેલાં બણભા ડુંગરે અનાજ ચઢાવવાની અનોખી પ્રથા  માહિતી સ્રોત : સંદેશ ન્યુઝ 30-06-2024 બણબાદાદા, ગોવાલદેવ, કાળીકામાતા અને હનુમાન દાદાનું સ્થાનક  લીલીછમ વનરાજી, પક્ષીઓનો કલરવ સાંભળવા ૩૮૦ પગથિયાં ચઢવા પડે માંગરોળ તાલુકાના રટોટી, સણધરા, ઓગણીસા ગામની વચ્ચે આવેલા બણભા ડુંગરને ગરને પાંચ કરોડના ખર્ચે વન પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યો છે. અહીં દર્શનાર્થીઓ અને સહેલાણીઓ શનિ-રવિની રજા માણવા પણ આવે છે. હાલ ચોમાસાની ઋતુમાં જંગલમાં લીલી ચાદર ઓઢેલા બણભા ડુંગરનો મનમોહક આહલાદક નજારો અને વિવિધ જાતના પક્ષીઓનો કલકલાટ સાંભળવાનો લહાવો પ્રવાસીઓએ અચૂક લેવો જોઈએ. આદિવાસીઓ દર વર્ષે વાવણી પહેલા અને પાકની કાપણી વખતે અનાજ ચઢાવવા માટે અહીં આવે છે. માંગરોળ તાલુકામાં મોટાભાગના વિસ્તારમાં આદિવાસીઓ વસવાટ કરે છે. વનરાજીથી ધેરાયેલા બણભા ડુંગરને વિકસાવવામાં ધારાસભ્ય ગણપત વસાવવાનો પણ સિંહફાળો છે. સુરત જિલ્લાનો સૌથી ઊંચો આ ડુંગર સુરતથી ૭૦ કિલોમીટર, માંડવીથી ૨૨ કિલોમીટર અને માંગરોળથી અંદાજે ૧૮ કિલોમીટરે અને વાંકલથી આઠ કિલોમીટરના અંતરે આવેલો છે. વન વિભાગ દ્વારા બણભા ડુંગર પર ચઢવા માટે

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.

Image
 Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર  વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.  મું. ગાંગડીયા,તા.મહુવા, જિ. સુરત, શિક્ષકશ્રી પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર કુ. હેતા, પરિવારજનો અને ધોડિયા સમાજ માટે તારીખ 26-06-2 024નો દિવસ યાદગાર બન્યો.  પ્રફુલભાઇ પટેલ દિશા ધોડિયા સંગઠનના પાયાના કાર્યકર છે.  તેમજ  તેઓ એક એવોર્ડ વિનર શિક્ષક, જિલ્લા સંઘ, રાજ્યસંઘમાં પ્રતિનિધિત્વ કરનાર, સમાજના હિતેચ્છુ અને     સતત પ્રવૃત કર્મનિષ્ઠ યોગી. તેમની  દીકરી હેતાએ (msc.med.Gset - maths - Edu. TAT 1-2-CTET -) પૂર્ણ કરી હાલ જામનગર Bed કોલેજમાં કાયમી લેક્ચર તરીકે નિમણૂક પામી છે.તેમણે કર્મભૂમિ અને સમાજને યાદ કરી નોકરીનો પ્રથમ પગાર ૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે દાનમાં આપી આદિવાસી ધોડિયા સમાજમાં દાનને યોગ્ય દિશામાં આપવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.  સાધારણ પરિવારની આ અસાધારણ ઉદારવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.જે ધોડિયા સમાજ સદાય માટે  યાદગાર અને પ્રેરણાદાયી રહેશે. આજે સમાજ માટે ગૌરવની પળ તો ખરી જ(ગામ ગાંગડીયા અને પરિવારે) સાચી મદદ પણ

સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ નાના ભૂલકાંઓ સાથે ગામમાં સ્થાનિક દેહવાલી બોલીમાં ગીતો ગાઈને શાળા પ્રવેશોત્સવ અંગે લોકજાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ કર્યો.

"ચાલા ચાલા રે આંગણવાડી મેં..." નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ નાના ભૂલકાંઓ સાથે ગામમાં સ્થાનિક દેહવાલી બોલીમાં ગીતો ગાઈને શાળા પ્રવેશોત્સવ અંગે લોકજાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ કર્યો. "ચાલા ચાલા રે આંગણવાડી મેં..." નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ નાના ભૂલકાંઓ સાથે ગામમાં સ્થાનિક... Posted by Gujarat Information on  Saturday, June 22, 2024

Khergam : પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો.

Image
Khergam : પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ : 22-06-2 024નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જે ખેરગામ પોમાપાળ ફળીયાનાં આદિવાસી અગ્રણી આગેવાન તથા એલઆઈસીમાં ડીઓનાં હોદ્દા પર શોભાયમાન શ્રી જયેશભાઈ પટેલ તથા તેમના કુટુંબીજન તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાનાં 29 બાળકોને તમામ વિષયની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.  તે ઉપરાંત પણ તેઓ તેમના ગૃપ મિત્રો સાથે ધરમપુર, કપરાડાના વિસ્તારોમાં ગરીબ બાળકોને નોટબુક તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે. આજના પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમમાં ખેરગામ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી જીગ્નેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી વિભાબેન પટેલ, પોમાપાળ ફળિયાનાં સભ્ય શ્રી રાકેશભાઈ પટેલનાં હસ્તે 29 બાળકોને તમામ વિષયની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.  શાળા પરિવાર વતી શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા જયેશભાઈ પટેલ તથા તેમના પરિવાર માટે આભારની લાગણી વ્યક્ત કરે છે. તેમજ આ  કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગ્રામ પંચાયતનાં ડેપ્યુટી સરપંચશ્રી જીગ્ને

Dolvan : ડોલવણના કણધા ગામમાં કાળાકાકર ડુંગર પર મેઘરાજાને રીઝવવા પૂજાવિધિ

Image
  Dolvan : ડોલવણના કણધા ગામમાં કાળાકાકર ડુંગર પર મેઘરાજાને રીઝવવા પૂજાવિધિ આદિવાસીઓના વાદ્યો વગાડી નાચગાન સાથે પૂજા કરાઈ ડોલવણના કણધા ગામમાં કાળાકાકર ડુંગર પર મેઘરાજાને રીઝવવા પૂજાવિધિ ડોલવણના કણધા ગામમાં કાળાકાકર ડુંગર કે જે કાળીયા મેઘ તરીકે ઓળખાતો હોય તે સ્થળ ઉપર મેઘરાજાને રીઝવવા આદિવાસી પરંપરા મુજબ પૂજાવિધી કરવામાં આવતા જેમાં ગ્રામજનો, વડીલો હાજર રહ્યા હતા. ડોલવણ તાલુકાના કણધા ગામમાં મેઘરાજાના વધામણા માટે તેમજ સીઝનનો સારો વરસાદ થાય તે માટે કાળો કાકર ડુંગર ઉપર આદિવાસી પરંપરા મુજબ પૂજાવિધી આજરોજ યોજવામાં આવી હતી. કણધાના ડુંગરને કેટલાંક લોકો વરૂણદેવના ડુંગર તો કેટલાંક કાળીયા મેઘના ડુંગર તરીકે ઓળખે છે,  ચોમાસામાં સારો વરસાદ આવે તે માટે મેઘરાજાને રિઝવવા યોજાયેલ પૂજાવિધીમાં નંદુરબાર વિસ્તારમાંથી ભગતો તેમજ જુદાજુદા ગામોમાંથી શ્રધ્ધાળુંઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા. લોકો પોતાના ઘરેથી પપૈયા સહિતના ફળો, ડાંગર તેમજ જુદીજુદી સામગ્રીઓ તેમજ પૂજાવિધીનો સરસામાન લાવ્યા હતા. આદિવાસીઓના વાદ્યો વગાડી નાચગાન સાથે મેઘરાજાને મનાવવાની કોશિષ શ્રધ્ધાળુંઓએ કરી હતી.

ધરમપુરના મોટીઢોલડુંગરી ગામના પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની પૂજા કરાઇ.

Image
ધરમપુરના મોટીઢોલડુંગરી ગામના  પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની પૂજા કરાઇ. આજરોજ તા.16/06/2024 ના દીને ધરમપુરના મોટીઢોલડુંગરી ગામના વડીલો દ્વારા પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ) ની પૂજા કરવામા આવી અને આદિવાસી સમાજ ની વર્ષો જૂની વડીલો દ્વારા સાચવી રાખેલ (પરંપરા) વારસો ને આજે પણ ગામના વડીલો સાથે જાળવી રાખેલ છે ગામના વડીલો(ખેડૂતો) દ્વારા સારો વરસાદ આવે,ખેતીનો પાક સારો થાય ગામમાં સુખ શાંતિ રહે માટેની પ્રાર્થના કરવામાં આવે છે અને આવતા રવિવારે ગામમાં ગામદેવી ખાતે ગામના વડીલો દ્વારા સમગ્ર ગામનાં  લોકો થઈને હવન કરવામાં આવશે.

ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

Image
 ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આજીવન માઁ સરસ્વતીની સાધના કરનાર શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલને વંદન સહ પુષ્પગુચ્છથી અભિવાદન કરી સ્વસ્થ અને સમૃદ્ધ નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આજરોજ ચીખલી તાલુકાના ગોડથલ ગામે, માળી ફળિયા પ્રાથમિક શાળા ખાતે વયનિવૃત્ત થતા મુખ્ય શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલના... Posted by Naresh Patel on  Tuesday, June 18, 2024 View this post on Instagram A post shared by Naresh Patel (@min.nareshpatel)