આદિવાસી સમાજનો નવા વર્ષની શરૂઆતનો પ્રથમ તહેવાર અખાત્રીજ.

   


આદિવાસી સમાજનો નવા વર્ષની શરૂઆતનો પ્રથમ તહેવાર  અખાત્રીજ.

આદિવાસી સમાજનો નવા વર્ષની શરૂઆતનો પ્રથમ તહેવાર તરીકે અખાત્રીજને વર્ષોની પરંપરાથી મનાવવામાં આવે છે. આજે અખાત્રીજને દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાયના લોકો દ્વારા સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે ખેત ઓજારોની પૂજા ઉપરાંત નવા ધાન્યના વાવેતરની સાથે ગામ અને સમાજના કલ્યાણ માટે કામના કરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી. દરેકે પોતાના ખેતર જઈને કે ઘરમાં પૂજા કરી હતી.

ધર્મ ભૂમી સંસ્કૃતિના પૂજક અને રક્ષક એવાં આદિવાસીઓ ખેતી કરતાં હોય વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજનું અનેરૂ મહત્વ છે. વર્ષનો પ્રથમ તહેવાર એટલે અખાત્રીજ દરેક ખેડૂત આ દિવસે પોતાના ખેતરમાં કામનું મુહૂર્ત કરી ખેતી કામની શુભ શરૂઆત કરે છે. 

દક્ષિણ ગુજરાતના આદિવાસીસમાજમાં આ દિવસે દરેક ઘરના એક એક વ્યકિત પ્રતિનિધિત્વ તરીકે ગામમાં ભેગા થાય છે ફાળો કરે છે અને ગામના ભગત પાસે ગામનાં હિમાર્યા દેવની (ક્ષેત્રપાળ) પૂજા અર્ચના કરવામાં આવે છે. સમયસર અને સારૂ ચોમાસું આવે એવી, ઢોર ઢાંખર સારા રહે, ગામમાં કોઈ રોગચાળોના આવે, દરેક વ્યકિતનું આરોગ્ય સારું રહે, ચોમાસું સારું રહે અને ધનધાન્ય થકી સમૃદ્ધિ વધે એ માટે સંકલ્પ કરી પૂજા કરવામાં આવે છે.આ દિવસે પોતાના પૂર્વજોને યાદ કરી ખતરા પૂજા કરી પૂર્વજોનાં આશિર્વાદ મુળવવામાં આવે છે. ઘરમાં ઉત્સવ ઉજવણી કરવા સાંરા ભોજન બનાવી ભેગા મળીને જમે છે. 

આજે અખાત્રીજે સુરત જિલ્લાના બારડોલી, મહુવા, બાજુના વાલોડ, માંડવી સહિતના તાલુકાઓમાં તેમજ દક્ષિણ ગુજરાતના તમામ આદિવાસી વિસ્તારોના આદિવાસી ખેડૂત બાંધવોએ પોતાની વર્ષોની પરંપરા પ્રમાણે આજે ધરતી માતાની, ખેતઓજારો, બળદગાડા, બળદ, ગાય તેમજ પોતાની ખેતી વાડીના ખેતરે જઈને પૂજા કરવાની પરંપરા બરકરાર રાખી હતી. આદિવાસી સમાજના ખેડૂતો આજે અખાત્રીજના દિવસથી ખેતીના પાકનું આયોજન કરવાની તૈયારી શરૂ કરવામાં આવે છે. ખેતી ઓજારોની મરામત કરી સાધનો સજ્જ કરવામાં આવે છે. બિયારણો મેળવવા, ખેતી માટે નવા બળદોની ખરીદી, શેઢા પાળા સરખાં કરવા, ધરુવાડિયુ તૈયાર કરવા, ખાતર કાઢવું વગેરે ખેતી કામ માટેનું આયોજન કરી ચોમાસુ આવે એ પહેલાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવે છે. એટલે આજે અખાત્રજએ આદિવાસી ખેડૂત સમુદાયનો ખુબ પવિત્ર દિવસ તરીકે આજે ઉજવવામાં આવ્યો હતો.

Comments

Popular posts from this blog

વિવિધ પ્રસંગે દારૂની સગવડ કરનાર કુટુંબને ૨૫,૦૦૦નો દંડ કરવા કુકણા સમાજનો ઠરાવ.

Chikhli, surakhai: ચીખલીના સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના કર્મચારીઓનું સંમેલન યોજાયું.

વાલોડના તીતવાના પરિવારનો ધરતીમાતાને નવપલ્લવિત કરવાનો અનોખો પ્રયાસ : ધબકાર ન્યૂઝ