Posts

Showing posts from July, 2024

શિક્ષક મિત્રો તમને તકલીફ હોય તો ડાયરેકટ મને ફોન કરજો : ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા

Image
  શિક્ષક મિત્રો તમને તકલીફ હોય તો ડાયરેકટ મને ફોન કરજો : ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા 

ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું.

Image
ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું. તારીખ:૨૭-૦૭-૨૦૨૪નાં દિને જનતા માઘ્યમિક શાળા ખાતે આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા બાબતે મિટીંગ યોજાઈ. આ મિટિંગમાં આદિવાસી સમાજનાં આગેવાનોમાં ખેરગામ તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ,ઉપસ્થિત રહી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું.  જેમાં ભૂતપૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણી આગેવાનો, હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીરસા મુંડા સર્કલ ખાતે પ્રકૃતિ પૂજા કરવા સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા સર્કલથી ખેરગામ બજાર, દશેરા ટેકરી થઈને ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતી કરવામાં આવશે.

દેશ માટે ગોલ્ડ મેડલ જીતી આદિવાસી દીકરીએ ગુજરાતને અપાવ્યું ગૌરવ...

Image
 દેશ માટે ગોલ્ડ મેડલ જીતી આદિવાસી દીકરીએ ગુજરાતને અપાવ્યું ગૌરવ... સુરતના 42 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ કઝાકિસ્તાનમાં યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’માં 80 કિ.ગ્રા.થી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો... દેશ માટે ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને અપાવ્યું ગૌરવ... સુરતના 42 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ કઝાકિસ્તાનમાં યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’માં 80 કિ.ગ્રા.થી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો... #Champion  🏆  #Surat   #Constable   #Achivement   pic.twitter.com/PmfjfWcLWV — Gujarat Information (@InfoGujarat)  July 26, 2024

Nizar,Uchchhal, kukarmunda : નિઝર-ઉચ્છલ તેમજ કુકરમુંડા તાલુકાઓમાં નાંદુરાદેવની પૂજા કરતા આદિવાસી પરિવારો

Image
   Nizar,Uchchhal, kukarmunda : નિઝર-ઉચ્છલ તેમજ કુકરમુંડા તાલુકાઓમાં નાંદુરાદેવની પૂજા કરતા આદિવાસી પરિવારો નિઝર, ઉચ્છલ, કુકરમુંડા તાલુકાના મોટાભાગના ગામોમાં આદિવાસી સમાજનો વસવાટ છે. આદિવાસી સંસ્કૃતિને ટકાવી રાખવા સાથે પ્રકૃતિદેવોની પૂજનાર સમાજે વર્ષોથી ચાલી આવેલી વડવાઓની પરંપરાને જાળવી રાખી છે. હાલમાં ઠેર-ઠેર નાંદુરા દેવની પૂજા-અર્ચનાની વિધિઓ યોજવામાં આવી રહી છે. પ્રકૃતિના પ્રથમ એવા નાંદુરા દેવનું પૂજન એટલા માટે કરવામાં આવે છે કે પ્રથમ વરસાદે પડેલા વરસાદને લીધે ઉગેલા લીલા ઘાસને નંદુરો તરીકે ઓળખવામાં આવે છે. આ નંદુરો-કૂણું ઘાસ કે ખેતરોમાં વાવેતર કરેલ બીજ ઉગ્યા પછી એ પાક કે ઘાસચારો કોઇપણ કુદરતી આફતથી નષ્ટ ન થાય અને સારી રીતે વૃદ્ધિ પામી શકે. મનુષ્યજાતિ કે પશુઓ માટે કોઈ પણ પ્રકારની આફત ન આવી પડે, ઘાસચારો પશુઓ માટે હિતકારક બની રહે તેવી નાંદુરા દેવને પ્રાર્થના કરવામાં આવે છે. ગામમાં જે દિવસે નાંદુરા દેવની પૂજા નક્કી થાય તેની જાણકારી માટે આખા ગામમાં ઢંઢેરો પીટવામાં આવે છે, જેથી આસ્થા ધરાવતા લોકો પોતાના કામકાજ માટે કે ખેતીકામ માટે જતા નથી અને પૂજા-અર્ચના માટે સમય ફાળવે છે. પ્રકૃતિદેવનું સ્થા

વાંસદાના નવતાડની કાજલ ત્રીજી વખત હિમાલયના શિખરો સર કરશે

Image
તોરણીયા ડુંગરથી હિમાલય સુધી આદિવાસી દિકરીની સફળતા  વાંસદાના નવતાડની કાજલ ત્રીજી વખત હિમાલયના શિખરો સર કરશે

ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામે અતુલ ફાઉન્ડેશન વલસાડ અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ધરમપુર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

Image
 ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામે અતુલ ફાઉન્ડેશન વલસાડ અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ધરમપુર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. તા.03/07/2024 ના દીને ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામે અતુલ ફાઉન્ડેશન વલસાડ અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ધરમપુર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આપણી પૃથ્વી પર વધતું જતું કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણને ઘટાડવા અને ઓક્સિજન વાયુનું પ્રમાણ વધારવા અને આપણી પ્રકૃતિ બચવા માટેનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં ધરમપુર તાલુકા પંચાયત સદસ્યશ્રી કલ્પેશભાઈ પટેલ, ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ પટેલ,ગ્રામ પંચાયતના સભ્યશ્રી મગનભાઈ,ગ્રામ પંચાયતના સભ્યશ્રી જયેશભાઈ અને ગ્રામજનો સાથે સહકારમાં જોડાયા હતા જય જોહાર *આજરોજ તા.03/07/2024 ના દીને ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામે અતુલ ફાઉન્ડેશન વલસાડ અને કોહેઝન ફાઉન્ડેશન... Posted by  Kalpesh Patel  on  Tuesday, July 2, 2024

Ahwa (Dang) :ડાંગ જિલ્લામાં આ

Image
   Ahwa (Dang) :ડાંગ જિલ્લામાં આદિવાસીઓ દ્વારા પારંપરિક તેરા તહેવારની ઉજવણી. Courtesy: Sandesh news paper  ડાંગ જિલ્લામાં તેરા તહેવારની હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેરા તહેવારએ ચોમાસાની ઋતુમાં ડાંગી આદિવાસીઓ માટે વર્ષનો પ્રથમ તહેવાર ગણવામાં આવે છે. ડાંગ જિલ્લામાં આદિવાસીઓનાં દરેક તહેવારો પ્રકૃતિ સાથે જોડાયેલા છે. તેરા તહેવાર નિમિત્તે જંગલમાંથી તેરા છોડનાં પાંદડા લાવી તેની પૂજા કરવામાં આવે છે. આળુના કંદને ફણગો થઈ પાન આવતા લગભગ ૧૫-૨૦ દિવસ વિતી જાય અને અષાઢ માસ આવે ત્યારે તેરા પર્વ ઉજવાય છે, ડાંગ જિલ્લાનાં દરેક ગામડાઓમાં પાટીલ, કારબારી અને આગેવાનો સાથે મળીને તેરા તહેવારની ઉજવણી વિશે દિવસ નક્કી કરતા હોય છે.  આ દિવસે આદિવાસીઓ નવા થયેલા આળુના પાંદડા લાવી તે બાફી ( રાંધી ) તેનુ શાક બનાવે છે, તે દિવસે પાંદડાનું મહત્વ ઘણુ જ હોય છે. પ્રથમએ પાંદડા લાવી ઘર પર મુકવામાં આવે છે અને જ્યારે ગાંવદેવી અને ગામની સીમ પર આવેલા વાઘદેવની પૂજા થાય, ત્યાર પછી જ તે પાંદડા પર પાણી છાંટીને ઘરમાં લાવવામાં આવે છે અને શાક કે ભાજી બનાવામાં આવે છે. એ નવુ શાક પ્રથમ કુળદેવી-ગાંવદેવીને નૈવેધ ધરવામાં આવે છે.