ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે આયોજન કરાયું. તારીખ:૨૭-૦૭-૨૦૨૪નાં દિને જનતા માઘ્યમિક શાળા ખાતે આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા બાબતે મિટીંગ યોજાઈ. આ મિટિંગમાં આદિવાસી સમાજનાં આગેવાનોમાં ખેરગામ તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ,ઉપસ્થિત રહી ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું. જેમાં ભૂતપૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણી આગેવાનો, હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીરસા મુંડા સર્કલ ખાતે પ્રકૃતિ પૂજા કરવા સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા સર્કલથી ખેરગામ બજાર, દશેરા ટેકરી થઈને ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતી કરવામાં આવશે.
Surat(mangarol): ઓગણીશાના બણભાડુંગરપર આદિવાસી સમાજ દ્વારા પિલવણી ઉત્સવની ઉજવણી. ચાલુ વર્ષે ખેતીમાં સારી ઉપજ માટે ડુંગર દેવના સ્થાનક પર પ્રાર્થના કરાઈ. સુરત જિલ્લાના ઉમરપાડા-માંગરોળ- માંડવી સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો વસવાટ કરે છે. આ વિસ્તારોમાં આજે પણ આદિવાસી સંસ્કૃતિ અને રીતભાત જીવંત રાખવા માટે સમાજ દ્વારા પિલવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. અખાત્રીજ પછીની પાંચમના દિવસે આ ઉત્સવ ઉજવાય છે. સોમવારે સમાજના લોકોએ બણભા ડુંગર પર ઉત્સવ ઉજવ્યો હતો. આ તકે દેવતાઓને ખેતીમાં સારી ઉપજ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. માંગરોળ- માંડવી-ઉમરપાડા તાલુકાના આદિવાસીઓએ મોટી સંખ્યામાં ઉપરોક્ત સ્થળે એકત્રીત થઈ ડુંગર દેવના થાનક પર પ્રકૃતિને લગતી વસ્તુઓ ભેટ સ્વરૂપ અર્પણ કરી હતી. માંગરોળ તાલુકાના ઓગણીશા ગામે આવેલા બણભાડુંગર પર જિલ્લામાંથી આદિવાસી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શહેરી વિસ્તારમાં વસતા અનેક મુળ વતનીઓ પણ ઉત્સવમાં સહભાગી થયા હતા.
Tapi (Songadh) : સોનગઢ તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી યુસુફ ગામીતે વૃક્ષારોપણ કરી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો. તાપી જિલ્લાના સોનગઢ તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી તથા આદિવાસી સમાજના અગ્રણી આગેવાન યુસુફ ગામીતે વૃક્ષારોપણ કરી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. 2500 જેટલાં વૃક્ષોનું વાવેતર કરી તેમણે વૃક્ષોનું મહત્વ સમજાવવા માટે અનોખી પહેલ કરી હતી. આજે વૈશ્વિક તાપમાનમાં દિવસે ને દિવસે વધારો થતો રહે છે. જેથી વિવિધ કુદરતી આફતો આપણી સમક્ષ આવીને ઊભી રહે છે. આજે વિવિધ ભૌતિક વિકાસના નામે આડેધડ વૃક્ષો કપાઈ રહ્યા છે. જેના બદલે વૃક્ષોનું વાવેતર બહુ ઓછા પ્રમાણમાં થઈ રહ્યું છે. યુસુફ ગામિત એક આદિવાસી પરિવારમાંથી આવે છે. આદિવાસી પરિવાર પ્રકૃતિ પૂજક હોય તેઓ વૃક્ષોનું મહત્વ સમાજ જીવન માટે કેટલું મહત્વનું છે. તે તેમણે વૃક્ષારોપણ કરી સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હતાં.
Comments
Post a Comment