ગૂઢ રહસ્યોથી ભરેલું ડાંગનાં આદીવાસીઓનું લોક જીવન
ગૂઢ રહસ્યોથી ભરેલું ડાંગનાં આદીવાસીઓનું લોક જીવન ગુજરાત રાજ્યના છેવાડે આવેલો અને 98% આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લો તેના વિલક્ષણ રીત-રિવાજો અને પરંપરાગત કુદરતી સંસ્કૃતિને કારણે ગહન રહસ્યથી ઘેરાયેલો છે. 'માનો યા નમાનો' જેવી ઘટનાઓ અહીં રોજ જોવા મળે છે. ડાંગના શિક્ષિત આદિવાસી શાળાના પટાંગણમાં ધુણતા બાળકો કે પહાડી દેવની પૂજામાં ખૂબ જ આ શિક્ષિત સમાજ આસ્થા ધરાવે છે. આહવા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ આદિવાસી પ્રકૃતિ દેવતા 'નળદા દેવ' સ્થાનિક ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશના આદિવાસી સમુદાયો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં આદિ, વ્યાધિ અને ઉપાધિ માટે માનવામાં આવતી બાધા પૂરી થાય છે તેવી લોક માન્યતા છે. અહીં વિઘ્નો પૂર્ણ કરવાનું લોક વચન પ્રચલિત છે. અહીં બાધાને પૂર્ણ કરવા માટે યજ્ઞની પ્રક્રિયા ખૂબ જ ક્રૂર માનવામાં આવે છે. બલિદાનની ખૂબ જ વિચિત્ર પદ્ધતિમાં, મરઘા, બકરા અને ઘેટાંને તીક્ષ્ણ હથિયારોથી કાપવાને બદલે લાકડાના ફટકા વડે માર મારી બલી ચઢાવવામાં આવે છે. આદિવાસીઓ, મહિલાઓ, બાળકોની સામે જ આ પ્રક્રિયા કુદરતી ગણાય છે. આદિવાસીઓના દેવાધિ દેવ નળદા દેવની આસ્થા ...

Comments
Post a Comment